ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
શું તમે gpsc પરીક્ષા આપવા માંગો છો?પણ તમે તેના વિશે જાણો છો?gpsc પરીક્ષા કેવી રીતે આયોજિત કરે છે અને બીજું ઘણું બધું....?
GPSC ની પરીક્ષા GPSC બોર્ડ દ્વારા લેવામાં આવે છે. GPSC બોર્ડ દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષાનું કેલેન્ડર જાહેર કરવામાં આવે છે. બોર્ડ આ કેલેન્ડર મુજબ સમયસર તમામ પરીક્ષાઓ લેવાય તેના માટેના પ્રયત્નો કરે છે.
GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષા પેટર્ન વિશે વાત કરીએ તો, પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે, જેમાં અધિકારીઓની અંતિમ પસંદગી માટે લગભગ એક વર્ષ જેટલો સમય લાગી જાય છે.
- પરીક્ષાનો પ્રથમ તબક્કો:
આ પ્રિલિમ પરીક્ષામાં પાસ થવા માટે, ઉમેદવારો પાસે કટ-ઓફ માર્કસ કરતાં વધુ માર્ક્સ હોવા આવશ્યક છે. દર વર્ષે કટ-ઓફ 160 કરતા ઓછું રહે છે.
પહેલું પેપર
200 માર્કસ
- ઇતિહાસ
- સંસ્કૃતિક વારસો
- ભારતીય રાજ્ય વ્યવસ્થા,બંધારણ, સામાિજક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
- સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- ભૂગોળ
- વિજ્ઞાન અને ટક્નોલોજી
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ
- પરીક્ષાનો બીજો તબક્કો:
મુખ્ય પરીક્ષા
જો પ્રીલીમ પરીક્ષામાં પરીક્ષાર્થીને કટ-ઓફ માર્કસ કરતા વધુ માર્કસ હોય તો તેને મુખ્ય પરીક્ષા આપવા મળે છે.
મુખ્ય પરીક્ષામાં 6 પેપર હોય છે જેના કુલ માર્કસ 900 છે.
પ્રથમ પેપર: ગુજરાતી ભાષા (150 માર્કસ)
બીજું પેપર: અંગ્રેજી ભાષા (150 માર્કસ)
ત્રીજું પેપર: નિબંધ (150 માર્કસ)
ચોથું પેપર: સામાન્ય abhyas-1 (150 માર્કસ)
- ઇતિહાસ
- સાંસ્કૃતિક વારસો
- ભૂગોળ
જેમાં 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક પ્રશ્નના 10 ગુણ હોય છે.દરેક પ્રશ્ન માટે 2 પાનાંની જગ્યા આપવામાં આવે છે.
- ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
- લોકપ્રશાસન અને શાસન
- લોકસેવામાં નીતિશાસ્ત્ર
જેમાં 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક પ્રશ્નના 10 ગુણ હોય છે.દરેક પ્રશ્ન માટે 2 પાનાંની જગ્યા આપવામાં આવે છે.
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- પ્રાદેશિક,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ
જ્યારે ઉમેદવારો પાસે મુખ્ય પરીક્ષામાં પૂરતા ગુણ હોય, ત્યારે GPSC દ્વારા રોલ નંબર જાહેર કરવામાં આવે છે અને આ તમામ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે છે.
( આ ક્ષણે GPSC દ્વારા મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતું નથી. )
- પરીક્ષાનું ત્રીજો તબક્કો:
ઇન્ટરવ્યુ (100 માર્ક્સ)
અંતિમ પરિણામ:
મુખ્ય પરીક્ષા + ઇન્ટરવ્યુ = અંતિમ મેરિટ
(900) (100) (1000)
અંતિમ મેરીટ 450 થી 500 માર્કસ ની વચ્ચે રહે છે, માટે જેટલા ઉમેદવારો સફળ થાય તેમને તેમના રેન્ક અનુસાર હોદ્દો મળવા પાત્ર બને છે.
અમને પ્રોત્સાહન આપવા માટે આને share કરો

If any quire you can comment here
ReplyDelete